ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
જીવનલક્ષી સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ અન્ય સાહિત્ય

Find New Poems On Our Facebook Page. Click Here.

If you like this page, tell your friends. Like us on Facebook

Sidebar

Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

Stock trading book

Typing Gujarati on your computer is easy. Click here to learn.
ઈન્સ્ટોલેશન કરવા માટેની સૂચનાઓ . ગુજરાતીમાં!!!!

 

સુરેશ દલાલ (Kavi  Suresh Dalal)

Kavi Suresh Dalal

ડૉ.વિવેક મનહર ટેલરના શબ્દોમાં-----> સુરેશ દલાલ (૧૧-૧૦-૧૯૩૨) શબ્દોના માણસ છે. અછાંદસ કવિતા, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ-કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યાં નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની ઢળતી સંધ્યાએ પણ અવિરત કાર્યરત છે. કાવ્ય, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય.એમના પોતાના શબ્દમાં કહીએ તો - "આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે"
 

અનુભૂતિ

લીલ લપાઇ બેઠી જળને તળિયે;

સૂર્યકિરણને એમ થયું કે લાવ  જઈને    મળીએ    !

 

કંપ્યું જળનું રેશમ પોત;

કિરણ તો ઝૂક્યું થઈ    કપોત.

વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ!

 

હળવે ઊતરે આખું વ્યોમ;

નેણને અણજાણી આ   ભોમ

લખ લખ       હીરા ઝળકે  તૃણ      તણી     આંગળીએ! 

 

- સુરેશ દલાલ--હશે ?

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

નામ લખી દઉં

ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!

અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો -
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…

વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં

તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!

સુરેશ દલાલ
જન્મ: ઓક્ટોબર 11, 1932
 

 


સુરેશ દલાલના થોડા કાવ્યો -- લયસ્તર -- પર જોવા નીચે ક્લિક કરો:

 --હશે ?
મીરાં
કાગળ
અનુભૂતિ