પવનકુમાર જૈન (Pavankumar Jain)

કવિ પરિચય

ઝબલું

મારી બા પાસે
માંડ છ-આઠ આંગળનું
હોય એવું
ટચૂકડું ઝબલું છે.
સંભારણું છે કે
બાલ્યકાળે હું
સાંગોપાંગ એમાં
સમાઇ દીપી ઉઠતો.

મારાં જૂનાં કાવ્યો
એ ઝબલાં જેવાં છે.
કવિ-શિશુ
હું અતીતમાં
એ ટચૂકડાં કાવ્યોમાં,
અંગપ્રત્યંગે સમાઇ
કેવો દીપી ઊઠતો હોઇશ!

- પવનકુમાર જૈન

કવિ પરિચય

આપણે કવિતા લખવાનું શરુ કરીએ, ખાસ કાંઇ આવડતું ન હોય, પણ ભારોભાર ઉર્મી ભરેલી હોય. પછી આપણે ઠીક ઠીક લખતા થઇએ, અને નામના પણ કદાચ મળે.
પણ એ ભાવથી ભરેલી કવિતા આપણા પોતાના માટે આવી ‘ઝબલા’ જેવી પ્રિય હોય છે જ ને?