Gujarati poems (Kavita- geet- sangeet) #5

Previous Poems

Next page

આજ દીકરીને અઢારમું બેઠું

આજ દીકરીને અઢારમું બેઠું એની રે વ્યથા હું તો આઠે પહોર વેઠું
હાં ખેલતી અમથી હુતુતુતુ કે દિલમાં એના ભૂત બોયફ્રેન્ડનું પેઠું

પરણેતર એને બસ ગુજ્જુ ડૉક્ટર જોઈએ ને પંડે બનવું છે નર્સ
રાજ્જા થકે વાઢકાપ કરાવી ગજવા કપાવી ભરવી રે એને પર્સ
હાં રે સોચે ક્યારે ટળશે વિધિનો કર્સ કે ના રહે રાજકુમારથી છેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

દાણો એક ખિલનો પાંગરે કે ચહેરો એનો અખિલ થૈ જાય વિહ્વળ
હરી વાળ રુંવાટી કરી ચામ સુંવાળી કલેવરે રે ખીલવવા કમળ
યુ ટ્યુબ દર્પણ સમક્ષ સર્પણ થઈને નાચે એ પ્યારું પાલતું ઘેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

ના દિશાભાન કઈ મંઝિલ લેવી પણ શૉફર ઝંખે સ્પોર્ટ કાર લેવી
જાણી ખુદને રૂપરૂપની દેવી ગિફ્ટ તો જોઈએ હિરા માણેક જેવી
યુએસ પરદેશ પેલે પાર જાવા શમણાંમાંયે એ તો હાં શોધે સેતુ
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

રસોઈ ને ઘરકામ ના જાણે થોડું અને શિખામણ દેતાં ફેરવે મોઢું
બેડરૂમ કે બાથરૂમમાં બસ એતો જીવતી ને શોપીસ જાણે રસોડું
ફોન બિલ મોટું લાવે ઘેર રાતે મોડું આવે ના રે થાતું હું તો ચેતું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

બેખર્ચાળ બ્રાંડ લઈ પાર્ટીઓ ગ્રાંડ દઈ એ ગુંજતી ડૉન્ટ વરી ડૅડ
મોજશોખ જ ગમે રોકટોક ન ખમે બહુ રે બોલતી ડૉન્ટ ગેટ મૅડ
ચેનચાળામાં રે વદે આઈ લવ યુ ડૅડ મનમાં થતું વારંવાર ભેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

‘દીકરી તો છે પારકી થાપણ’ એહ વિચારે આજ ભિંજાઈ પાંપણ
જળ જેણે ન કદીયે પાયું હાથ એ ટીસ્યુ લાયું શું આયુનું ડહાપણ
બાલમંદિર બાળા મેલી દિલ સ્મૃતિમાળા માંજજે સાસરીયે બેડું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

આજ દીકરીને અઢારમું બેઠું એની રે વ્યથા હું તો આઠે પહોર વેઠું
હાં ખેલતી અમથી હુતુતુતુ કે દિલમાં એના ભૂત બોયફ્રેન્ડનું પેઠું

દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલિફોર્નીયા

______________

બાથટબમાં માછલી છે

January 1, 2011 – 12:00 am

♥ પંચમ શુક્લ

ચંચલી છે, મનચલી છે, બાથટબમાં માછલી છે,
ક્રીડતી કો  જલપરી છે, બાથટબમાં માછલી છે!

એય ડૂબે, હુંય ડૂબું, બેય ડૂબીને શ્વસીએ,
પંતિયાળી ચૂઈ મળી છે, બાથટબમાં માછલી છે!

મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ…
ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે!

... પંચમભાઈ શુક્લના બ્લોગ 'પ્રત્યાયન' પર આખી ગઝલ માણવા અહીં ક્લિક કરો.

_________________

રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

આજનું આઈપેડ થ્યું બુક પેન ગેમ, ભૂલકાં ભલા ભણશે ગણશે ભૈ કેમ?
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

અહીં તો બસ તર્જનીથી પાઠ સહુ ભણતાં ને વેઢાં મૂકી લાખમાં ગણતા
દ્રોણાચાર્ય એકલવ્યને રે ભુલી સોફામાં જ રમતા મેલી અંગુઠા રખડતા
ચાખી બાંધી મૂઠ્ઠી રાખની ના એ સમજશે ગુરુ દેવો ભવ સમ બુદ્ધ પ્રેમ
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

અજાણ પેન્સિલ કેમ છોલાય વદે વાય વાય રે વેણ ન તાજવે તોલાય
ભણતાં પંડિત નીપજે લખતાં લહિયો થાય હાય એમ કેમ હવે બોલાય
યુ ટ્યુબમાં જ ઝુલી સ્વાધ્યાયને ભુલી આમ બોલકાં બની જશે બેરહેમ
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

કૃષ્ણ સુદામા રોજ ફેસબુકમાં જ મળશે તો નહીં કળશે ગોધણની સુગંધ
ના હળવું મળવું ના બાથંબાથ ભળવું હાં કકળશે લંગોટિયો સ્નેહ સંબંધ
આઘાપાછી વિના ટુકડા ટુકડા એક કરી કેમ રે ઉકેલશે આયખાની ગેમ?
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

વિદ્યાસાગરે રેલ્યાં મેઘધનુષી રંગ રે ગાગરે માણો ઘેર બેઠાં આવી ગંગ
ગમતો ગુલાલ ગૂંજે ભરી ગુણ કેરાં ગુલાબ દો ધરી કે હો સરસ્વતી દંગ
સ્ક્રીન પાન પાન ગુંજો સારેગમ પ્રેમ ને પ્રતિઘોષે એના ટળો દિલ વહેમ
કે કક્કો બારાખડી એમ ભૈ રહેશે હેમખેમ

દિલીપ ર. પટેલ
ફેબ્રુઆરી 27, 2011
DrDilip R Patel

 

Previous Poems

Next page