ગુજરાતી સાહિત્ય અને કવિઓને સમર્પિત  |  Facebook પર અમને Follow કરો  |  તમારી કવિતા મોકલો

કવિલોક — ગુજરાતી કવિઓ અને કવિતા

Official website for Gujarati Poets and Poems — ગુજરાતી કવિઓ, કવિતા, ગઝલો, ભજનો અને મુક્તકો

કવિલોકમાં તમારું ભાવભીનું સ્વાગત છે. અહીં માણો ગુજરાતી કવિતાઓ, ગુજરાતી ભજનો, ગુજરાતી પ્રાર્થના, ગુજરાતી ગઝલો અને ગુજરાતી મુક્તકો.

કવિલોક એ અમારો ગુજરાતી કવિઓને ભેગા કરવાનો પ્રયાસ છે. તમે પોતે કવિ હો કે તમે કોઇ કવિને જાણતા હોવ તો અમને થોડા કાવ્યો, એકાદ ફોટો અને કવિનો પરીચય ઇ-મેઇલ કરો. અમે જરૂર અહીં તેમને સમાવીશું. આભાર.

ગુજરાતી કવિઓ કવિતાઓ ગઝલો મુક્તકો ભજનો પ્રાર્થના

સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;

સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત;

જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.

સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.

જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અરદેશર ફ. ખબરદાર


ગુજલિશ ગઝલ — અદમ ટંકારવી

ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચેટ થઈ ગઈ

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો

ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી

ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ

ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ

અદમ ટંકારવીગુજલિશ ગઝલો


ગુજરાત — ચંદ્રવદન ચી. મહેતા

ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,

ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી

નથી, ઘણું નથી: પરંતુ ગુજરાતના નામથી

સદા સળવળે દિલે ઝણઝણે ઊંડા ભાવથી

સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા, અરે

લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.

ચંદ્રવદન ચી. મહેતા — (છંદ: પૃથ્વી)


હોમ પેજ — દિલીપ આર. પટેલ

સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી

ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી

વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી

ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી

"યુ હૅવ ગૉટ મેઈલ" કેરી આકાશવાણી ત્યાં સાંભળી

વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને વાંસળી

કૃપા ડાઉનલોડ કરવા છે જરૂરી માનવતા મૅમરી

હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લે પ્રેમ અને સેવા-ચાકરી

હોમ પેજ બનીશ "દિલ"ને ઍલર્ટ મોકલે મોરારી!

દિલીપ આર. પટેલ (ઓરેંજ, કેલિફોર્નીયા)


કવિલોક વિષે — About Kavilok

Kavilok is dedicated to celebrating Gujarati literature and the poets who create it. Our goal is to create a page for every Gujarati poet — well-known or known-just-to-you.

  • Know a Gujarati poet whose work is not here? Email us a few poems, a photo, and a short bio.
  • Have a Gujarati website promoting literature? Share it with us and we will add it to our directory.
  • Want to share your own poem? Submit it here.
ગુજરાતી કવિઓ જુઓ કવિતા મોકલો

Gujarati Jokes  |  Gujarati Samachar  |  Gujarati Shaayari  |  Gujarati Fonts