ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
અન્ય સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ લેખ-નિબંધ

Typing Gujarati on your computer is easy. Click here to get started.

Comments, Suggestions, Feedback

Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

How to Invest in India

Typing Gujarati on your computer is easy. Click here to learn.
ઈન્સ્ટોલેશન કરવા માટેની સૂચનાઓ . ગુજરાતીમાં!!!!


ઉપેન્દ્ર પંડ્યા (Upendra Pandya)

જન્મ: ડિસેમ્બર 25, 1919   દુકૂલ- બારીક રશમી વસ્ત્ર       

ઊગ્યું અનુપ પ્રભાત!

Filed under: kavilok / કવિલોક, ગુજરાતી કવિતા (Gujarati Kavita) — Dilip Patel @ 1:45 pm   

    

ઊગ્યું અનુપ પ્રભાત!

કપૂરમાં ઘૂંટેલાં સુંદર કોમલ ભીનાં ગાત!

ઊગ્યું અનુપ પ્રભાત!

         

વહેલી સવારે બળદો જાતાં મંદ રણકતી સીમે,

ઝીણી ઝાકળની ઝરમરમાં મ્હેકે ધરતી ધીમે,

ગોરી ગાયનાં ગોરસ માંહી કેસરરંગી ભાત,

ઊગ્યું અનુપ પ્રભાત!

       

લીલાંસૂકાં તૃણ પર ચળકે તડકો આ રઢિયાળો,

ઢેલડ સંગે રૂમઝૂમ નીકળ્યાં મોર બની છોગળો,

આકાશે ઊડતાં પંખીની રેશમી રંગ-બિછાત,

ઊગ્યું અનુપ પ્રભાત!

         

વૃક્ષ પરેથી સરી પડ્યાં છે બોરસલીનાં ફૂલ,

ફરફરતું વનકન્યા કેરું શ્વેત સુગંધી દુકૂલ,

લળી લળી કૈં સમીર કહેતો ઝરણાંને શી વાત?

ઊગ્યું અનુપ પ્રભાત!

         

કૃષ્ણઘેલી ગોપીનું મલકે શિશુ જાણે નવજાત!

ઊગ્યું અનુપ પ્રભાત! 

      

ઉપેન્દ્ર પંડ્યા