ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
અન્ય સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ લેખ-નિબંધ

Typing Gujarati on your computer is easy. Click here to get started.

Comments, Suggestions, Feedback

Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

How to Invest in India

Typing Gujarati on your computer is easy. Click here to learn.
ઈન્સ્ટોલેશન કરવા માટેની સૂચનાઓ . ગુજરાતીમાં!!!!


સુધીર પટેલ (Sudhir Patel)


કાગળ મળે
Filed under: ગુજરાતી કવિતા (Gujarati Kavita) — સુરેશ જાની @ 7:44 am

કોઈ લીલીછમ હવે અટકળ મળે,
ત્યાં સુધી પહોંચી જવાનું બળ મળે,

ક્યાં કહું છું કે મને પણ જળ મળે ?
શક્યતાથી ભર્યું કંઈ વાદળ મળે !

ભીતરે થોડી ઘણી સળવળ મળે,
એ પછીથી ડાળ પર કૂંપળ મળે,

આંગણામાં તુલસીનો ક્યારો સમજ,
સાંજના થોડી મને ઝળહળ મળે !

એટલું માંગુ હવે અંજળ “સુધીર”,
એ નહી તો એમનો કાગળ મળે !

- સુધીર પટેલ

શ્રી ભાવિન ગોહિલનો આભાર આ ગઝલ ટાઇપ કરીને મોકલવા માટે. (Thanks to Sureshbhai Jani and Bhavinbhai Gohil)