ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
અન્ય સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ લેખ-નિબંધ

Typing Gujarati on your computer is easy. Click here to get started.

Comments, Suggestions, Feedback

Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

How to Invest in India

Typing Gujarati on your computer is easy. Click here to learn.
ઈન્સ્ટોલેશન કરવા માટેની સૂચનાઓ . ગુજરાતીમાં!!!!


રમેશ જાની (Ramesh Jani)

રમેશ જાની

       

આવડું ઉર

      

આવડા ઉરની માંડવી તે શી વાત !

આવડા ઉરની છાંડવી તે શી વાત !!

    

કોક સમે એના આભમાં પેલું

જાગતું ઘેલું

રંગભર્યું પરભાત !

કોક સમે એના બાગમાં ફાગે

રાચતું રાગે

હસતું પારિજાત !

     

આવડા ઉરની માંડવી તે શી વાત !

આવડા ઉરની છાંડવી તે શી વાત !!

       

કોક સમે એના સાદમાં ઝીણા

સૂરની વીણા

ગુંજતી રહે મધરાત

કોક સમે એના નાદને લ્હેકે

મોરલો ગ્ હેકે

પાડતો મીઠી ભાત !

  

આવડા ઉરની માંડવી તે શી વાત !

આવડા ઉરની છાંડવી તે શી વાત !!

         

કોક સમે એના ગાનમાં ઘેરો

સાગર કેરો

ઊછળતો ઉત્પાત !

કોક સમે સૂનકાર વેરાને

જલતા રાને

ધીકતો ઝંઝાવાત !

    

આવડા ઉરની માંડવી તે શી વાત !

આવડા ઉરની છાંડવી તે શી વાત !!

       

રમેશ જાની

જીવનકાળ: નવેમ્બર 4, 1925 - માર્ચ 18, 1987