ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
અન્ય સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ લેખ-નિબંધ

Typing Gujarati on your computer is easy. Click here to get started.

Comments, Suggestions, Feedback

Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

Stock trading book

રીડગુજરાતી.કોમ

Typing Gujarati on your computer is easy. Click here to learn.
ઈન્સ્ટોલેશન કરવા માટેની સૂચનાઓ . ગુજરાતીમાં!!!!


ઝીણાભાઈ રતનજી દેસાઈ  ’સ્નેહરશ્મિ’ (Zinabhai Ratanji Desai- 'SnehRashmi')

ગાંધીયુગના જાણીતા કવિ; ગુજરાતી હાઈકુના પ્રદાતા; સી. એન. વિદ્યાલયના માનીતા આચાર્ય. 

જન્મ: એપ્રિલ 16, 1903

અવસાન: જાન્યુઆરી 6, 1991


સ્નેહરશ્મિ

     

કોણ રોકે ?

        

આ પૂનમની ચમકે ચાંદની,

એને કોણ રોકે ?

કાંઈ સાયર છલક્યા જાય

કે એને કોણ ટોકે ?

આ આષાઢી વરશે મેહુલો,

એને કોણ રોકે ?

કાંઈ પૃથિવી પુલકિત થાય

કે એને કોણ ટોકે ?

આ વસંતે ખીલતાં ફૂલડાં

એને કોણ રોકે ?

કાંઈ ભમરા ગમ વિણ ગાય,

એને કોણ ટોકે ?

આ આંબે મ્હોરતી મંજરી,

એને કોણ રોકે ?

કાંઈ કોકિલ ઘેલો થાય

કે એને કોણ ટોકે ?

આ અંગે યૌવન પાંગરે,

એને કોણ રોકે ?

કાંઈ ઉરમાં ઉર નહીં માય ! -

કે એને કોણ ટોકે ?

        

ઝીણાભાઈ રતનજી દેસાઈ  ’સ્નેહરશ્મિ’

ગાંધીયુગના જાણીતા કવિ; ગુજરાતી હાઈકુના પ્રદાતા; સી. એન. વિદ્યાલયના માનીતા આચાર્ય. 

જન્મ: એપ્રિલ 16, 1903

અવસાન: જાન્યુઆરી 6, 1991