ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
અન્ય સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ લેખ-નિબંધ

Typing Gujarati on your computer is easy. Click here to get started.


Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

Typing Gujarati on your computer is easy. Click here to learn.
ઈન્સ્ટોલેશન કરવા માટેની સૂચનાઓ . ગુજરાતીમાં!!!!

Investing In India


ત્રિભુવનદાસ લુહાર- સુન્દરમ્ (Tribhuvadas Luhar "Sundaram" )

ગાંધીયુગના જાણીતા કવિ-સાહિત્યકાર

જન્મ: મિયાંમાતર  ( જિલ્લો- ભરૂચ)

22-3-1908  -  13-1-1991

મારી બંસીમાં- સુન્દરમ્ (Sundaram)

મારી બંસીમાં 

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા.
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા.
પોઢેલી પાંપણના પડદા ઉઘાડી જરા,
સોનેરી સોણલું બતાવી તું જા … મારી બંસીમાં

સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી
દિલનો દડુલો રમાડી તું જા.
ભૂખી શબરીના બોર બે એક આરોગી
જનમ ભૂખીને જમાડી તું જા … મારી બંસીમાં

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરને સેઢે હંકારી તું જા.
મનના માલિક તારી મોજના હલ્લેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા … મારી બંસીમાં

ત્રિભુવનદાસ પુ. લુહાર (સુન્દરમ્)

          


તું હ્રદયે વસનારી

                 

તું હ્રદયે વસનારી તું હ્રદયે વસનારી,

ઘટ ઘટ ભીતર નરતનહારી તું હ્રદયે..

                         

તું અંતરના તાર  પરસતી  અંગુલિ  કો રઢિયાળી,

તું તિમિરોનાં  ધણ વાળી  લૈ કરત સદા રખવાળી.  તું હ્રદયે..

                          

તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો ધ્યુતિ અરુણા,

તું જીવનના વ્રણ પર  વરસત કોઈ અમીમય કરુણા.  તું હ્રદયે..

                          

તું  જીવનની  જન્મ- ક્ષણોની  ધાત્રી  પ્રાણ-પ્રદીપા,

તું  કદમે  કદમે  પ્રજ્વલતી  અગ્નિજ્યોત  સજીવા.  તું હ્રદયે..

                              

તું  નયનો પર પડદા  ઢાળી,  અન્ય નયન દેનારી,

તું  જગમાં - જગપાર  અનંતે અમ  સંગે ઘૂમનારી.  તું હ્રદયે..

                                

તું આનંદ  અનર્ગળ પ્રભુનો, તું  પ્રભુની પર શક્તિ,

તું ઋત રાત  સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ.  તું હ્રદયે..

                         

તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,

તવ  હ્રદયે અમ વાસ સદા હો,  હે  હરિની રસધારા.  તું હ્રદયે..  

ત્રિભુવનદાસ લુહાર- સુન્દરમ્

               

મુકુલિત - ખીલેલું         

ગાંધીયુગના જાણીતા કવિ-સાહિત્યકાર

જન્મ: મિયાંમાતર  ( જિલ્લો- ભરૂચ)

22-3-1908  -  13-1-1991

ત્રિભુવનદાસ લુહાર- સુન્દરમ્:  જીવન ઝાંખી:  On Gujarati Sarswat Parichay