ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
અન્ય સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ લેખ-નિબંધ

Typing Gujarati on your computer is easy. Click here to get started.

Comments, Suggestions, Feedback

Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

Stock trading book

રીડગુજરાતી.કોમ

Typing Gujarati on your computer is easy. Click here to learn.
ઈન્સ્ટોલેશન કરવા માટેની સૂચનાઓ . ગુજરાતીમાં!!!!કાયમઅલી હઝારી (Kayam Ali Hazari)

        આદમ ઈવનું પહેલું ચુંબન

            

ઉત્સવ આંસુ, સપનાં ડૂમો; આદમ ઈવનું પહેલું ચુંબન!

આદમિયતનો છે તરજુમો; આદમ ઈવનું પહેલું ચુંબન!

                 

નભ થલ વાયુ જલ અગ્નિના; પંચ પ્રસવના નાદ પછીની-

ઈશ્વરિયતની અંતિમ બૂમો,  આદમ ઈવનું પહેલું ચુંબન!

            

એક ઈશિતા ફૂંક  પછીની  જિજ્ઞાસા  ને  ઈપ્સઓનો,

પહેલો અગ્નિ, પહેલો ધૂમો; આદમ ઈવનું પહેલું ચુંબન!

           

કંઈક અલૌકિક અવતારો ને કંઈક પરમ પદ બુધ્ધ-ફકીરો,

માટીમાંથી  મોતી લૂમો!  આદમ ઈવનું પહેલું ચુંબન!

               

નિજ દર્પણમાં ઝાંકી જોજો બિંબો સરખાં મળશે કાયમ,

તારુંમારું ને  સૌનું મોં,  આદમ ઈવનું પહેલું ચુંબન!

               

કાયમઅલી હઝારી

     

ઈશિતા- ઈશ્વર;  ઈપ્સા- પ્રબળ ઈચ્છા, લાલસા.