નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ્ ' (Kavi Ushnas- Natwarlal Kuberdas Pandya)

   

નામ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

ઉપનામ ઉશનસ

જન્મ 28-9-1920 , સાવલી - વડોદરા

રામની વાડીએ

       

રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી

આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.

     

જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,

તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;

ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી : .. રામની..

          

રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,

બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;

વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી : .. રામની..

     

રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,

સૌને વ્હેંચી ચાખવી, આપણે રામના ફળની ચીર;

આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી : .. રામની..

          ઉશનસ્   - Click here Detailed Information about Kavi Ushnas જીવન ઝાંખી

નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ્     

ઉશનસ

કિતાબોમાં -ઉશનસ્
Filed by — સુરેશ જાની @ 2:32 pm

કદીક પેગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં:
અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવાં કિતાબોમાં.

ચઢી ઇતિહાસમાં ચૈતન્યની ભરતી અને ઓટો:
ઊંચી-નીચી અહીં અંકાઇ છે માઝા કિતાબોમાં !

હજારો વર્ષ પહેલાંના પ્રબળ ઉદ્ ગાર સફરી થૈ,
વટાવી કાળના વગડા પધાર્યા છે કિતાબોમાં !

જહર પી અમૃતે છલક્યાં મીરાં જેવાં કંઇક કંઠો,
શરાબી જામથીયે કેફી મયખાનું કિતાબોમાં !

અરે આ શબ્દ - જ્યાં જ્યાં એ ગયા, ઇતિહાસને સર્જ્યો,
પ્રજા ઊઠી, પલટિયો કાળ – સૂતાં છે કિતાબોમાં !

કબાટેથી કબાટે ગ્રંથઘરમાં બ્ હાર ઘૂમતો હું
શકીશ થોડોય ઊતરી અક્ષરે અંદર કિતાબોમાં?

હૃદયની કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી
- જ્યહીં હર પૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં?

-ઉશનસ્   - જીવન ઝાંખી

વળાવી બા આવી -ઉશનસ્

Filed under: kavilok / કવિલોક, ગુજરાતી કવિતા (Gujarati Kavita) — સુરેશ જાની @ 2:28 pm

રજાઓ દિવાળી તણી થઇ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં
જવાનાં સૌ કાલે તો , જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગામા-સ્વરૂપ ઘરડાં ફોઇ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઇ ગયાં;

સવારે ભાભીનું ભર્યું ઘર લઇ ભાઇ ઉપડ્યા,
ગઇ અર્ધી વસ્તી, ઘર થઇ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઇ અવર ઊપડ્યા લેઇ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિય-વચન-મંદ-સ્મિત-વતી;
વળાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

- ઉશનસ્    -   જીવન ઝાંખી