ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
અન્ય સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ લેખ-નિબંધ

Typing Gujarati on your computer is easy. Click here to get started.

Comments, Suggestions, Feedback

Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

How to Invest in India

Typing Gujarati on your computer is easy. Click here to learn.
ઈન્સ્ટોલેશન કરવા માટેની સૂચનાઓ . ગુજરાતીમાં!!!!

માનો “ગરબો” - ડૉ. જગદીપ નાણાવટી

માનો “ગરબો”

રે માના ગરબામાં કેમ પડ્યા કાણાં
જાણે ગોળીઓથી હૈયા વિંધાણાં….રે માના ગરબામાં

પહેલી ગોળીએ માની આરતી પિંખાણી’તી
ડીસ્કોના ઠેર ઠેર ગાણાં…
બીજી ગોળીએ મૂકી ભક્તિને હોડમાં ને
શકુનીએ નાખ્યાતાં દાણા….રે માના ગરબામાં

ત્રીજી ગોળીએ લીધાં શ્રધ્ધાના પ્રાણ
જુઓ ઉભા લઈ ઝેર બધે રાણા…
ચોથી ગોળીએ માના વાહન ચોરાયા
બધે બાઈકુનાં ફૂંકણાં ગંધાણાં….રે માના ગરબામાં

પાંચમીએ ખોલ્યાતાં બિયરના બાર
ક્યાંય ભાળોના પરસાદી ભાણાં….
છઠ્ઠીએ ગભરૂઓ છેતરાણી સાવ
પછી લાગણીના જાળાં ગુંચવાણાં….રે માના ગરબામાં

સાતમીએ તોડ્યાતાં સપ્તકનાં તાર
સૂર ઘોંઘાટી કાનમાં ઘોળાણાં….
આઠમી અડપલાંના રૂપે અથડાય
કેમ મૂંગા છે સમજુ ને શાણાં….રે માના ગરબામાં

નવમી નચાવતી’તી નફ્ફટીયા નાચ
બધે બેશરમી ટોળા ઉભરાણાં…
દસમી ગોળીએ હણ્યાં રામનાં રખોપા
જીવ સહુનાં પડીકડે બંધાણાં….રે માના ગરબામાં

ખેલૈયા ખેલંતા ખેલ ભાતભાતનાં ને
ભક્તો તો સાવ રે નિમાણાં…
માતાજી કરજે સંહાર તુ અસૂર તણો
ખાશું સૌ ગોળ અને ધાણાં….રે માના ગરબામાં

ડૉ. જગદીપ નાણાવટી

ડૉ. જગદીપભાઈ નાણાવટી (Dr Jagdeepbhai Nanavati)

શૂન્ય છું

કવિલોકને વૈવિધ્યસભર નવીન રચનાઓ પૂરજોશે પહોંચાડનારા પ્રિય કવિઓ એવા રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’ અને ડૉ. જગદીપભાઈ નાણાવટીએ આ અઠવાડિયામાં મોકલેલાં બન્ને કાવ્યો જોગાનુજોગ શૂન્યથી શરૂ થાય છે.. તો માણો ડૉ. જગદીપભાઈ નાણાવટીની રચના! 

શૂન્ય છું, તો પણ ભરોસો છે મને
એક-તારો સાથ હો, તો દસ બને

લાગણી, શબ્દો હુંફાળા ને ગઝલ
જે હતું આપી દીધું, મારી કને

વારતા ટૂંકી, અને પ્રસ્તાવના
એક આખો ગ્રંથ હો એવું બને

આંખની પિછાણ પણ ન્હોતી છતાં
ઓરતા એવા કે બસ મળવું તને

મૌનની ભાષા હતી મારી ફકત
તોય પણ ઈર્ષ્યા થતી સંવાદને

ડૉ. જગદીપભાઈ નાણાવટી

પ્રેમ છે - ડૉ. જગદીપ નાણાવટી

ન તું
ખુશ્બુમાં હો,
ન તું કલરવ માં હો,
નહીં કેસુડે
ચંપે કે શમણામાં હો,
તોય
યાદોને ઝબકારે
આખે આખી રે
તને માણું,
એનુંજ નામ
પ્રેમ
છે

ડૉ. જગદીપ નાણાવટી

એમના મજેદાર બ્લોગ પર વિશેષત: પ્રસંગોપાત્ત ને સમયોચિત રચાયેલી વૈવિધ્યસભર રચનાઓ માણવા  http://www.jkshabdasoor.blogspot.com/  લિંક પર ક્લિક કરવાનું ચુકશો નહીં.