ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
અન્ય સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ લેખ-નિબંધ

Typing Gujarati on your computer is easy. Click here to get started.

Comments, Suggestions, Feedback

Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

Stock trading book

રીડગુજરાતી.કોમ

Typing Gujarati on your computer is easy. Click here to learn.
ઈન્સ્ટોલેશન કરવા માટેની સૂચનાઓ . ગુજરાતીમાં!!!!


ભાલણ (Kavi Bhalan)

Submitted by  Sureshbhai Jani— સુરેશ જાની @ 8:40 am

નાવિક વળતો બોલિયો, સાંભળો માહરા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિં બેસાડું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણુની અપાર;
અહલ્યા ત્યાં સ્ત્રી થઇ સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક.

આજીવિકા ભાંગે માહરી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે? શી કરું ત્યાં પેર?

હસી વિશ્વામિત્ર બોલીયા, ચરણ–રેણે સ્ત્રી થાય ;
તે માટે ગંગાજળ લેઇને, પખાળૉ હરિ –પાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજળ લેઇને, પખાળ્યા ત્યાં ચર્ણ.

- ભાલણ

જીવન કાળ    -    15 મી સદી ઉત્તરાર્ધ

જીવન ઝરમર

  • આખ્યાનકાર, પદ કવિ અને અનુવાદક
  • આખ્યાનને કડવાબધ્ધ રૂપે રજુ કરનાર પ્રથમ કવિ