Kavilok

Official Portal for Gujarati Poets & Poem

ગુજરાતી કવિઓ ગુજરાતી ગીત-કવિતા ગુજરાતી વેબસાઇટ્સ ગુજરાતી ગઝલ ભજન-કિર્તન લેખ-નિબંધ અન્ય સાહિત્ય કવિલોક બ્લોગ

પંદરમી ઓગષ્ટ પ્રસંગે કાવ્યો

વતન જો માગશે તો મોતને મીઠુ કરી લેશું,
હશે જો હિમ્મત જો હૈયામાં કફન પ્યારુ કરી લેશું.

નગારા વાગશે દિલે પુજા આ માતૃભૂમિની,
સજી શૃંગાર આવીશું અને મસ્તક ધરી દેશું.

અપમાનશો ના ભીખથી જ્વાળા અંતરે હક્ક તણી,
આઝાદ બનાવી મા ભોમની ઝોળી ભરી લેશું.

સરકતી સડકો ભલે બની રહે એ શબ સમી,
બસ નામ ભારત માતનું અમે નિત વરી લેશું.

ના વસવસો અફસોસ ભલે કેસરીયા થૈ જાય,
માતા તારી ગોદમાં અમે હરબાર મરી લેશું.

વતન જો માગશે તો મોતને મીઠુ કરી લેશું,
હશે જો હિમ્મત જો હૈયામાં કફન પ્યારુ કરી લેશું.

અશોક સોલંકી અમદાવાદ

———————————————

વતનને  હાથ  આપીશું, વતનને  સાથ આપીશું,
વતનના  શ્વાસને  ખાતર  અમારા શ્વાસ  આપીશું.

વતનની પ્યાસ બુઝાશે નહી નદીઓના પાણીથી
અમે  ખુદના  જ  લોહીની  હવે  ગંગા વહાવીશું.

અમારા  સ્મીત  માટે  જે  ધરાએ  દર્દ પીધા છે,
એના  પ્રત્યેક  આંસુ   જેટલા  મસ્તક  ચઢાવીશું.

કરે ત્રાંસી નજર મુજ દેશ પર એ આંખ ખેંચી લઈ,
અડે  સરહદને  ગંદા  હાથ  જે, એ  હાથ કાપીશું.

હશે  ભાઈ  ભલે  પણ આજ એ દુશ્મન બની બેઠો,
લુંટે  જે  લાજ  માતાની  એ   ભાઈનેય કાપીશું.

- જ્યોતિર્ધર કે. ઓઝા

____________________________________

 

મારા
પરાણે પ્યારા
તાજગી વિનાનાં
ભારત…વાસીઓ..!!

અરધી સદી પહેલા
ઊગેલો આઝાદીનો કાળો સુરજ
આજે મધ્ય્હાને છે અને
જ્યારે
ભ્રષ્ટાચારની મેઘલી રાત
જામી છે ત્યારે
આપ દરેકમાં
આત્મચિંતનની એક
ચિનગારી ઝંખુ તો
કંઈ ખોટું નથી…
જો
ખોટું હોય તો
આ લખનારને
એનીજ
ઈન્ડીપેન…..ડંસ……દે….!!
(HAPPY…INDIPEN…DENCE….DAY…!! )
લી.
સતત
જગ નો દીપ થવા
મથતો
નાણાવટી.

- ડૉ જગદીપ નાણાવટી

___________________________________

आझादी का अवसर

ताः११-७-२००८ .. .. प्रदीप ब्रह्मभट्ट

सच कहेता हु मै यारो तुम सुनलो मेरी बात
देशदुनीया में नामहै उंचा मेराभारत है महान

शान उसकी शांन्ति हैओर प्यारा उसका वादा
विरजवानो की अदभूत भुमीहै नाकोइ मीसाल

जगके सारे देशोमें शान पहेचान मेरे भारतकी
उन्न्त लोग सच्चा प्यार इन्सानीयत बेसुमार

देशको देने आझादी कीतनी जान हुइ कुरबान
करके जीवनका बलीदान शान बढाइ भारतकी

ना हिन्दु थे ना मुस्लीम थे वो थे भारतवासी
देशकी आझादीके थे दीवाने मीलाके चले हाथ

ना धर्म देखा नाजात ,देखा जंजीरे प्यारा वतन
मीलाके मन, फनाहोकर बढाइजगमे सच्चीशान

मेरा भारतदेश है मेरा जीसकी शान हमारीआन
दीलयेकहे मनभीकहे जगने मेरा भारत है महान्
============================
१५ अगस्तके अवसर पर भारत देशकी आझादीको बिरदाते हुए ओर आझादीके अवसरकी शुभ कामनाके साथ मेरे देशको सलाम……….प्रदीप ब्रह्मभट्ट

- પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટ

કવિલોક આ તમામ કવિ  મિત્રોનો આભાર માને છે ને ભારતમાતા તેમજ સર્વે ભારતીયજનોને સ્વાતંત્ર્યદિને  શુભેચ્છાઓ પાઠવે છે.