રાજેન્દ્ર શાહ (Kavi Rajendra Shah)

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી કવિતાના મૂર્ધન્ય કવિશ્રી

જાન્યુઆરી - 28, 1913 ; કપડવંજ (જિ. ખેડા)

           For more details, click here: રાજેન્દ્ર શાહ (Rajendra Shah) « ગુજરાતી સારસ્વત પરિચય 

આપણા દુ:ખનું કેટલું જોર ?

                  

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર !… ભાઈ રે..

                        

ભારનું વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ,

આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;

સજલ  મેઘની  શાલપે  સોહે  રંગધનુષની  કોર… ભાઈ રે..

                     

જલભરી દ્રગ  સાગર  પખે, હસતી કમળફૂલ,

કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;

નિબિડ રાતનાં  કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર…ભાઈ રે..

                    

આપણે ના કંઈ  રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;

આવવા દો જેને  આવવું, આપણ મૂલવશું નિરધાર;

આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમહોર…ભાઈ રે.. 

                

રાજેન્દ્ર શાહ

            

જન્મ: જન્યુઆરી 28, 1913

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી કવિતાના મૂર્ધન્ય કવિશ્રી

અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર


નિરૂદ્દેશે - રાજેન્દ્ર શાહ

Filed by સુરેશ જાની @ 8:30 pm

નિરૂદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.

ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ,
ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર-કંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સહુ રંગ,
મન મારું લઇ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
નિરૂદ્દેશે….

પંથ નહીં કોઇ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન-
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે.
નિરૂદ્દેશે …..

- રાજેન્દ્ર શાહ


સંપાદન: ચંદ્રકાન્ત શેઠ

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની